હૂંફ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

હૂંફ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful હૂંફ quote can lift spirits and rekindle determination. હૂંફ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

હૂંફ bites

Prem_222:

બાળક જ્યારે બીમાર હોય છે ને સાહેબ ત્યારે તે માત્ર માં નાં હુંફ ની જરૂર હોય છે. બાકી દવા દારૂ એના પર અસર કરે કે ના કરે માની હુંફ એને તરત સાજુ કરી દે છે.

#હૂંફ

#હૂંફ
શીતળ તડકો રસ્તે વરસે
મન પાછું ઝાકળને તરસે
હૂંફ આકરી પરિસ્થિતિમાં ઇચ્છાતી લાગણી
ઠંડી કે કોઇ પાબંદી હૂંફરુપી હોંકારાને તરસતી હોય છે.પણ બધું જ હોવા છતા પણ કશું ખૂટતું હોવાનું વસવસાયુક્ત સુખ પણ હૂંફ ઝંખતુ હોય છે,નિ:સ્વાર્થ હૂંફ . હૂંફ સસ્વાર્થ હોય તો દઝાડે . નિ:સ્વાર્થ હોય તો ઠંડક પહોંચાડે. નામ હૂંફ છે પણ કામ શાતા ,શીતળતા પહોંચાડવાનું હોય છેં હૂંફ બોલકી નહી પણ મૌન હોય છે. સાચી હૂંફ આંખથી વરસીને ઊરમાં ઉતરતી હોય છે.

સૂસવાટા મારતી કાતિલ ઠંડીમાં ફૂટપાથ પર વસતા લોકોને કોઈ હૂંફ આપનાર તો નથી જ..
પરંતુ અફસોસ.! મદદ કરવા વાળું પણ કોઈ નથી.

- પરેશ ગોંડલિયા

#હૂંફ

ચાહવવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,

એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

#હૂંફ

સ્પર્શ ના સહવાસ કરતાં
પણ વધારે
ક્યારેક શબ્દો ની હુંફ
વ્યક્તિ ને
જીવન જીવવાની
પ્રેરણા પૂરી પાડતી હોય છે.
#હૂંફ

હૂંફ

કાળા ડિબાંગ ડામરનાં ધગધગતાં રસ્તા પર દૂર દેખાતું એક છાયાળું વટવૃક્ષ કે પછી છોલાયેલાં ગોઠણ પર મલમ લગાવ્યાં બાદ પણ જરૂર પડતી મમ્મીની હૂંફથી તરબરતી ફૂંક... બે અલગ-અલગ હથેળીઓ વચ્ચેની ભીનાશ કે પછી ચાર હોંઠોનો હૂંફાળો સંવાદ... મિત્રોની મહેફિલમાં ચાની પ્યાલીમાંથી ટપ-ટપ ટપકતી વરાળ કે પછી ખરડાયેલાં વિરહ બાદ મિલનનો હૂંફ-એ-દિદાર....!!

- જયદેવ પુરોહિત

#હૂંફ

#હૂંફ
તારા હુંફાળા સંવેદનશીલ મન ના કારણે તો મારો આ દુનિયા માં જન્મ થયો છે...
તારુ હૂંફાળું આલિંગન તો મને સુરક્ષિત રક્ષકવચ સમાન લાગે છે...
તારા હુંફાળા સ્પર્શ થી તો મને દુનિયા સામે જીતવા ની તાકાત મળે છે...
તારી હૂંફ થી તો હું મુક્તપણે વિહરવું હોય એટલું
વિહરી શકું છું...
તારા આ હૂંફ આપતા સંસ્કારના કારણે તો હું અન્ય ને હૂંફ આપતા શીખી છું...
તારા આ હુંફાળા હૃદયની હું બની સામ્રાજ્ઞી અને થઈ
સેવાયજ્ઞ ની સહભાગી...