Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
શું વ્રત રહેવાથી ભગવાન ધરતી ઉપર ઉતરી આવે તો ના.
શું તમારી સામે બેસીને વાર્તાલાપ કરશે તો ના.
તો વ્રત શા માટે રહેવું જોઈએ તમારા ભલા માટે કે
ભગવાન ના ભલા માટે........
તો વ્રત રહેવાથી આપણા શરીરમાં આકાશ તત્વ જે છે એ બેલેન્સ થાય નવ ગ્રહોમાંથી જે પ્રકાશ આપણા શરીરમાં આવે છે એમાંથી રાહુ કેતુ છાયા ગ્રહ છે એટલે સોમ ( ચંદ્ર ),મંગળ બુધ,ગુરુ,શુક્ર,શનિ અને રવિ( સૂર્ય ) આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે અગ્નિ,વાયુ,આકાશ, પૃથ્વી અને જળ
આકાશ તત્વ એટલે ગ્રહોનું પ્રકાશ આપણા શરીરમાં સાત ગ્રહોનો જે પ્રકાશ આવે છે એ આપણા શરીરમાં રહેલા સાત ચક્રો જે છે એને પ્રભાવિત કરે છે. દાખલા તરીકે તમે દરરોજ ચાર વખત ખાવ છો તો તમારા શરીરની વધારે ઉર્જા તો ખાવાની હજમ કરવામાં જ વપરાઈ જાય છે તો તમે એક દિવસ નહીં ખાઓ તો તમારા શરીરની એ ઊર્જા છે એની બચત થશે તમે જે પણ વાર રહેશો એ ગ્રહનો પ્રકાશ તમારું શરીર સારી રીતે ગ્રહણ કરી શકશે એટલે આકાશ તત્વ જે છે એ મજબૂત થશે એટલે જ્યોતિષશાસ્ત્રમાં પણ જે ગ્રહ નબળો હોય તમારું એ વાર રહેવાનું કહેવામાં આવે છે. બીજું કે તમારા પાચનતંત્રને આરામ મળશે એટલે તમારા શરીર અંદર તમને કોઈ રોગ હોય તો એને નષ્ટ કરવામાં તમારું શરીર ગુડ બેક્ટેરિયાનું નિર્માણ કરી શકશે એની સામે લડવા માટે શક્તિ ઉત્પ્ન્ન કરી શકશે. અઠવાડિયામાં એક દિવસ ન ખાવો તો એનાથી શરીરને બહુ જ ફાયદો થાય છે, તમારું પાચનતંત્ર સુધરશે. સ્વાદઇન્દ્રિયોની ક્ષમતા વધશે . તંદુરસ્તી વધશે. પણ જો તમને વ્રત રહેતા આવડતું હોય તો હવે અત્યારના લોકો શું કરે છે વ્રત તો રાખે છે ફ્લાહાર ( ફળનું સેવન કરવું ) અત્યારે લોકોએ ફલ+ આહાર નું ફરાળ કરી નાખ્યું અત્યારે લોકો વ્રત રહે તો બટેકાની ચિપ્સ ખાય, ચેવડો ખાય, સાબુદાણાની ટીકી બનાવીને ખાય, ફરાળી પાણીપુરી ખાય, રાજગરાનો શીરો ખાય, હવે તમે જ વિચારો આને વ્રત રાખ્યું કહેવાય આને ખાધું નહીં ખાતર પાડ્યું કહેવાય. હું પણ મંગળવાર રહું છું બપોરે સાદુ ભોજન લઉં છું અને રાત્રે એક ગ્લાસ દૂધ લઉં છું. કારણ કે ખાલી પેટે નિંદર ના આવે. આખો દિવસ ખાઈને રહીએ તો આપણે વ્રત આપણી તંદુરસ્તી અને માનસિક શાંતિમાટે રહીયે છીએ આખો દિવસ બહારનું ખાઈને વ્રત રાખો એનો કોઈ મતલબ નથી થતો . ના તો એનાથી માનસિક શાંતિ મળે છે કે ના એનાથી કોઈ તંદુરસ્તી મળે છે અને બહારથી જે વેફર્સ આવે છે એમાં ગાય અને સુવરની ચરબીનો ફુવારા મારેલા આવે છે. હવે તમે વ્રત રહીને ગાય અને સુવરની ચરબી ખાવ તો વ્રત રહેવાનો કોઈ મતલબ નથી થતો.
માટે જો વ્રત રાખો તો ફળ આહાર કરો અથવા દૂધ પીવો.
અન્ન એવુ મન અને પાણી એવી વાણી.
લી. "આર્ય "