Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
આપી આપીને તમે દલડું આપો
વ્હાલમ ! ધડકન આપોતો અમે જીવીયે ...
જાત કરી જીર્ણ એની કળશી ભરી
ને એને અક્ષતની આડમાં સંતાડ્યા
મોટેરા માટને ગરણું ઓઢાડી
અમે ઝાકળને જય વરી આવ્યા
આપી આપીને તમે હોંકારો આપો
વ્હાલમ ! હાથ આપોતો અમે આવીયે
કલમની કણી થીજે ને થરથરે
ને અધરોમાં અટવાણુ શું ?
હકલાતી લુલી ને તું ઓળઘોળ થઈજાય
ને પછી લાજનું મારે કરવું શું ?
આપી આપીને તમે વિરહ આપો
વ્હાલમ ! વર્તારો આપોતો અમે આવીયે
કૃતિ રાવલ