#repost


હમણાં કાલે જ mb માં થોડા શબ્દ ફેર સાથે પોસ્ટ થયેલી રચના જોઈને મને મારી જૂની આ પોસ્ટ યાદ આવી ગઈ.

એમ તો હું અહીંયા સ્ક્રીન શોર્ટ પણ મૂકી શકું છું પણ મારે કંઈ વધુ કહેવું નથી એ જાતે સમજી શકે એટલા સમજદાર તો હશે એવું મારું માનવું છે.

પણ હા જ્યારે જ્યારે મારા શબ્દોને બીજાના નામે ચઢેલા જોવું ત્યારે મને માનવસહજ દુઃખ તો થાય જ છે સાથે એક સવાલ પણ થાય છે કે કેમ તમે એના મૂળ રચનાકારને એ શબ્દોનો ક્રેડિટ ના આપો..?? એણે એના માટે મહેનત કરી હોય કે બની શકે કે એ એની કોઈ લાગણી હોય. ખાલી નામની ક્રેડિટ આપવાથી એની ઓળખ ઊભી થાય કે ના થાય પણ મારા જેવા નાના લેખક કે કવિને અનહદ ખુશી ચોક્કસ મળે. મારી જગ્યાએ પોતાને મૂકીને એકવાર વિચારી જોજો..

કોઈએ નામ ના પૂછવા વિનંતી..

-- Shefali

https://www.matrubharti.com/bites/111085284

Gujarati Whatsapp-Status by Shefali : 111887932
Kamlesh 10 months ago

ચોરી,ચોરી જ કહેવાય.....ભલે એ માખણની હોય કે મહી ની હોય... શબ્દોની હોય કે રચનાઓની હોય... વખોડવા યોગ્ય...

Shefali 10 months ago

આભાર 🙏🏼

Divyesh Patel 10 months ago

એમ બી મા લીપી જેવી કોઈ સુવિધા નથી કે બીજા લેખક ના વિચાર લેખક ના સ્વમાન સાથે કવોટ સ્વરૂપે શેર કરી શકાય.....છતાપણ શેર કરવા હોય તો મુળ લેખક ના નામ સાથે શેર કરે તો મુળ લેખક નુ સ્વમાન જળવાય......નામ ન જણાવી ઉમદા વ્યકીત નુ ઉદાહરણ પુરુ પાડીયુ.....🙏🙏🙏

Shefali 10 months ago

ના ભાઈ.. એમ તો ઘણા ના એકાઉન્ટ બંધ થઈ જાય.

Pandya Ravi 10 months ago

માતૃભારતી માં ફરિયાદ કરો જેથી એવા લોકો ના એકાઉન્ટ ડિએકટિવ કરે

Falguni Dost 10 months ago

હા..હુ સમજી શકુ છું..😌😌😌😌😌

Shefali 10 months ago

હા માંડ એક બે શબ્દો આગળ પાછળ ને બદલ્યા એમાં પોસ્ટ એમના નામની થઈ જાય અહીંયા તો 😞

Shefali 10 months ago

હા સાચી વાત.. મન એકદમ વિહવળ થઇ જાય.. 🙏🏼

Falguni Dost 10 months ago

સાચીવાત

Tr. Mrs. Snehal Jani 10 months ago

બધે એવું જ છે. બધાંને એવું જ લાગે છે કે થોડો ફેરફાર કરીએ એટલે લખાણ આપણું પોતાનું. એ નથી સમજતાં કે આ પણ એક જાતની વિચારોની ચોરી જ છે.

Falguni Dost 10 months ago

બહુ જ દુ:ખની વાત કહેવાય.. એમ જે કોઈ પણ કરે એ ખરેખર ખુબ શરમજનક કૃત્ય કરે છે. કોઈ લેખકની પોસ્ટ ગમતી હોય તો એ જે તે લેખકના નામ સાથે શેર કરી એ લેખકને માન આપવુ જોઈએ. કોઈ પણ લેખકના શબ્દોની ચોરી કરી શું પોતાની નામના લેવી ગમતી હશે? બહુ દુ:ખ થયુ. એવુ કરનાર પર ગુસ્સો પણ આવે છે.😡😡😡😡😡

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now