કેરાલા સ્ટોરી
*****
આજે શરૂથી જ બહુચર્ચિત ફિલ્મ કેરાલા સ્ટોરી જોઈ. આંખ ઉઘાડી દે તેવી વાતો. સીરિયા અને ઈરાન બોર્ડર નાં અફાટ રણ પ્રદેશના સીન હેરત ભર્યા હતા. ઘણા સીન કંપારી છૂટી જાય એવા હતા. લિપસ્ટિક લગાવે એને શરિયાત કાયદા મુજબ હાથ અલગ કરી દે, એટલા જોરથી બળાત્કાર કે સ્ત્રી નું શરીર દંડ બેઠક કરતી હોય એમ ઊંચું નીચું થઈ ધ્રૂજે અને તે પીડાથી ચીસો પાડે, હોસ્ટેલમાં જાણી જોઈ મુસ્લિમ સ્ટુડન્ટ છોકરી રૂમ પાર્ટનર બની હિન્દુ ભગવાનો ખુદ પોતાનું રક્ષણ કરી શકતા નથી એટલે એમને મૂકી શક્તિમાન અલ્લા ના શરણ માં આવવા બ્રેઈન વોશિંગ, પોતાની જાળમાં ફસાવી મુસ્લિમ ISIS યુવકો દ્વારા યુવતીઓને એળે નહીં તો બેળે ફસાવી એવા સંજોગોમાં મૂકવી કે તેને મુસ્લિમ બનવાની ફરજ પડે. સીરિયા લઈ જઈ માનવ બોમ્બ અથવા ક્રૂર ગુલામી અને હવસની પરાકાષ્ઠા નો ભોગ બનવું પડે એવી વ્યૂહરચના, સ્ત્રીને ગર્ભવતી બનાવી પોતે અદ્રશ્ય થઈ જવું, શરિયત માં સ્ત્રી ને મોબાઈલ વાપરવાની મનાઈ છે કહી મોબાઈલ નં આપવો, એક સીનમાં સાંકળથી બાંધેલી સ્ત્રીઓ વગેરે કમકમાટી ઉપજાવે તેવાં દૃશ્યો હતાં.
બિચારી નર્સિંગ ભણવા દૂરથી આવેલી કન્યાઓને ખબર પણ ન હોય કે તેમનો ક્રૂર અંજામ આવશે. એક યુવતી થાય તે કરીલે ના સૂરમાં વિરોધ કરે તો તેને દવા પાઈ તેના નગ્ન ફોટા અને વિડિયો એવા વાયરલ કરે કે તેને આપઘાત કરવો પડે.
અમે ઇતિહાસ માધ્યમિક માં ભણેલા તે પર થી ખબર તો પડે જ કે ગલ્ફ અને રણ પ્રદેશના મુસ્લિમો સંસ્કૃતિ થી જ ભલે વ્યાપાર માં હોંશિયાર પણ ક્રૂર હતા. અહીં તો ક્રૂરતા અને મીઠાશ સાથે મેળવી પોતાનાં ત્રાસવાદી કૃત્યો માટે સમજુ હિન્દુ છોકરીઓ ને પણ લપેટવા ની વાત હતી.
મેં અઢી કલાક મોબાઈલ બંધ જ રાખેલો અને નજર પડદા પરથી હટી ન હતી.
મારી દૃષ્ટિએ જોવા જેવું અને સમજવા જેવું પિકચર. આપણી યુવાન થવા આવેલી દીકરીઓ પર પણ ધ્યાન રાખવાનો મેસેજ.

Gujarati Film-Review by SUNIL ANJARIA : 111874122

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now