my new poem ***#



એપ્રિલ ફૂલ


કેવી કમનીય ?ક્યા જાય છે ? આહ ! શું લજાકત ?
અરે ! પામતા શું થયું આ મુજને ?નિજ સમીપે આકાર .


ધીમે ધીમે ચાલી જતાં સ્વપ્નસુંદરીની છાંય,
લજામણી નો છોડ જ્યમ ત્યમ થઈ રહ્યો સ્નેહ અનુબંધ.


વાદળોનાં ઘેરાવા, અંધકારમાં ડોકાંતો વ્હેમ ,
ચાંદની પથરાઈ રહી પ્રેમી બાહુપાશમાં જ્યમ.


સમીપે એની સુગંધ , પામું નિજ આત્મને હંમેશ,
મહેસૂસ કરું ,ખોવાઈ રહું ગાઢ નિંદ્રામાં એમ.


રચાયેલ દેહને જ્યાં સ્પર્શુ હું પ્રેમથી,
ત્યાં તો આ શું ? અસ્પર્શ થયાની વ્રીડા.


મરજાદ રાખીને પ્રકાશ, તિમિર તણી હદમાય,
સ્વપ્નસુંદરી પાસ આવી ચુંબન થયાનો ભાસ.


શંકા આશંકાઓના અળગાપણાંમાં છેતરાયો,
ખીલ્યો એમ , ખીલે છે જેમ ,પહેલી એપ્રિલે
"એપ્રિલ ફૂલ".

Gujarati Poem by Heena : 111869850
Kamlesh 1 year ago

વાહ!!! ખુબ સુંદર રચના... મહોદયા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now