#બાળગીત

સસલું કેવું કૂદે છે, તું દાદાજીને પૂછ,
ફરફર કેવી ફરકે છે, ઉંદરભાઈની મૂછ.

બિલાડીની ખબર, રાખે છે મારા દાદી,
સાડી પહેરાવે એને એ, બિલકુલ સાદી.

બકરી કેમ બેં બેં બોલે, દાદીમાને પૂછ,
ફરફર કેવી ફરકે છે, ઉંદરભાઈની મૂછ.

ગૌરી ગાયને દાદાજી હેતથી પંપાળે,
ગમાણમાં ખાવાનું આપે, બાંધે એને વાડે.

દૂધ શાને પીવું, એ તું દાદાજીને પૂછ,
ફરફર કેવી ફરકે છે, ઉંદરભાઈની મૂછ.

દાદીમાનો પોપટ, રામનામ તો બોલે,
હરિસ્મરણના બધા, દરવાજા એ ખોલે.

મરચાં કેમ ભાવે એને, તું દાદીમાને પૂછ,
ફરફર કેવી ફરકે છે, ઉંદરભાઈની મૂછ.

તુલસીકયારે છે, દાદીનો સઘળો વિશ્વાસ,
પાણીયારે બેઠાં , એનાં જીવતરનાં શ્વાસ,

અચરજ આ દુનિયાનાં, તું દાદાજીને પૂછ,
ફરફર કેવી ફરકે છે, ઉંદરભાઈની મૂછ.
***
-કૃષ્ણકાંત #કાન્ત

Gujarati Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111862239
Pranava Bharti 1 year ago

बहुत प्यारी रचना!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now