એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ
નોકરી માટે આવે છે....રાજા તેની લાયકાત પુછે છે.જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,

હું અક્કલથી કોઇ પણ જાતનો
ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું...

રાજા એ એમને ઘોડાના તબેલા ની
જવાબદારી સોંપી દે છે...

થોડા દિવસો પછી રાજાતેમના અતિ મોંધા અને પ્રિય ઘોડા બાબતે અભિપ્રાય પુછયો..

જવાબમાં નોકરે કંહ્યુ કે,
“ ઘોડો અસલી નથી”

રાજા એ તપાસ કરાવી તો
જાણવા મળ્યું કે
ઘોડા ની નસલ તો અસલી છે,
પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે
તે ગાયને ધાવીને મોટો થયો હતો...

રાજા એ નોકરને પુંછયું કે,
તને આ કેવી રીતે ખબર પડી ?

નોકરે જવાબ આપ્યો કે,
નામદાર ઘોડો મોઢામાં ધાસ લઈને
મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે
જયારે આ ઘોડો ગાયની માફક નીચે નમીને
મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો.

રાજા એ ખુશ થઈને નોકરના ધરે
અનાજ,ધી,અને
પક્ષીઓનું માંસ મોકલી આપ્યું,

તે નોકરને બઢતી આપી ને
તેને રાણી નાં મહેલમા નોકરી આપી,
અને
પછી રાજા એ તેની રાણી બાબતે
સવાલ કર્યો તો
જવાબમાં નોકરે કંહ્યુ કે

રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે
પણ તે રાજકુમારી નથી..

રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો...

તરત જ તેણે તેની સાસુને બોલાવી...

સાસુએ ખુલાસો કર્યો કે,
મારી દિકરી જન્મી કે,
તરત જ તમારી સાથે
તેની સગાઇ કરી નાખવામાં આવી હતી..

પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ...
એટલે બીજી કોઇ છોકરીને
અમે ગોદ લીધી,
જે આજે તમારી રાણી છે...

રાજા એ નોકરને પુંછયુ કે
તને આ કઈ રીતે ખબર પડી ?

નોકરે જવાબ આપ્યો કે

ખાનદાની લોકોનાં અન્ય લોકો સાથેનો વ્યવહાર
ખુબજ સાલસ અને નમ્ર હોય છે
જે આપની રાણી માં નથી...

રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ, ધેટા,બકરા આપીને
પોતાના દરબારમાં સ્થાન આપ્યું...

થોડા વખત પછી રાજા એ
નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી

જવાબમાં નોકરે કંહ્યુ કે
“અભય વચન આપો,
તો તમારી અસલીયત બાબત કહુ''

રાજા એ આપ્યું..,
એટલે નોકરે કંહ્યુ કે,

“ના તો આપ રાજા છો કે,
ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”

રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ
જાન માફીનું વચન આપ્યું હતું
એટલે સમસમીને ચુપ રહ્યો
અને
રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે,
હું ખરેખર કોનો દીકરો છું...??

જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે
હા સાચી વાત છે.

મારે કોઇ ઓલાદ ન હતી
તેથી મેં તને
એક કસાઈ પાસેથી ગોદ લીધો હતો...

રાજા અચરજ પામી ગયો
અને
નોકરને પુછયું કે,
તને કેવી રીતે ખબર પડી ...?

જવાબમાં નોકરે કંહ્યુ કે,
બાદશાહ જયારે કોઇને ઇનામ આપે
તો તે હીરા ,
મોતી અને ઝવેરાતના રૂપમાંઆપે છે”.

પરંતુ તમે તો મને કાયમઅનાજ,માંસ, ધેટા, બકરા
વિ.ઇનામમાં આપ્યા
જે વહેવાર કોઇ કસાઈ ની
ઓલાદ જેવો હતો...

બોધ
માણસની અસલીયત
તેના લોહી નો પ્રકાર,
સંસ્કાર,
વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે...

હેસિયત બદલાઇ જાય છે,
પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼️

વિજ્ઞાન માં D.N.A. ની શોધ
અમથી જ નથી થઈ..

પૈસો આવે એટલે
મન ની અમીરાત પણ આવે
તેવું હોતું નથી....

તેના માટે સંસ્કારી ખાનદાન નાં
D. N. A. જરુરી હોય છે...!!

👌🏻🙏🏻👌🏻 Good morning 🌞

Gujarati Story by Parmar Narvirsinh : 111854331

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now