સુખ ઝાંઝવાના,જળ અહીં,
દુઃખ છે સદા જો પળ અહીં.

આયખું ,હવા જેવું દીસે,
શ્વાસોમાં સાચી કળ અહીં.

ધારણ જીવન છે ધર્મમાં,
મન છેતરાયા ,ખળ અહીં .

ખોટા જ દમ જો ભીડતા,
વાળે મૂછો , વળ અહી

પ્રેમાળ છે, ત્યાગી જનો,
આનંદ સાચે, બળ અહીં

ખળ = ધૂર્ત

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111835486

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now