દેહના પિંજરે પંખી કૈદી,
ફર્ઝની લાગી છે હથકડી,
પાંપણ ખેંચી તંગ કરી,
ત્યાં ટુટી સપનાની કડીએ કડી,
મળી સજા ખૂટી માણસાઈ,
શું ભૂલ હતી શું હતી કઠણાઈ,
ન જામીન ન કેસની કારવાઈ,
મોતની હોડે હું ગઈ કચડાઈ,
રોતી રહી મા કરતી હાથ..હાય,
અદાલત ઉપરની મોટી ભરાઈ,
હોય જગ જો જાલીમ કસાઈ,
ન કરે એ અંતર મનની ઝાંખી,
ગમતું ઉડવું પાંખો ખુલ્લી રાખી,
હું તો છું મુક્ત ગગનનું પંખી........

-Dolly Modi

Gujarati Poem by DOLI MODI..URJA : 111822226

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now