અગાશીએથી દેખાતું તળાવ જોવામાં વ્યસ્ત છું,
રાતની ઠંડક, ચાંદ અને પાણીના સમન્વય સાથે,
હું મારામાં જ સમસ્ત છું.

અને અચાનક પાછળથી એક હાથનો,
મારા હાથને સહેજ સ્પર્શ,
હળવી એક ધ્રુજારી સાથે,
રુંવાડે રુંવાડાની, સલામી થઈ સ્પષ્ટ.
મીઠો એક આંચકો,
ને તને પ્રત્યક્ષ જોઈ લેવાથી મારો થઈ ગયેલો નાસ્તો,
પણ તને તો ભૂખ લાગી છે,
પ્રીતની પળોના અભણે જાણે રજા માંગી છે.
ઠીક છે, પહેલા પેટપૂજા કરી લે,
પણ પછી તું મારી ઈચ્છાને હણી લે.
સાંભળને...હૃદયમાં ઝણઝણે, એ તાર ક્યાં મળે ???
મારામાં વર્તાય, એ તારામાં કાં ન કળે ???
આડીઅવળી વાતોના મેળામાં, ઇચ્છતી આંખો પાણીયાળી રહી,
ફૂટ્યાં અંકુર કોહવાયા, ને મનની વાત મનમાં જ રહી.
નીંદર સાથે જીભાજોડીમાં, સપનાઓની જીત થઈ , Nidhi
આજ પણ આજે કાલની જેમજ લાગણીઓની રીસ થઈ.

જાણે હવામાં ઉડતું એક પીછું ધીરેકથી પાંપણ ઉપર બેઠું,
પોતાના બધા જ રંગો ખંખેરીને ફરી પોતાની રાહે જાતું દીઠુ.

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111822010
Falguni Dost 2 years ago

👌🏻👌🏻👌🏻

Nidhi_Nanhi_Kalam_ 2 years ago

Last line 👌🏻👌🏻👌🏻

Nidhi_Nanhi_Kalam_ 2 years ago

क्या बात है.... वाह... Aabhar😇

shekhar kharadi Idriya 2 years ago

अत्यंत गहन, चिंतन शील अभिव्यक्ति

Rushil Dodiya 2 years ago

રહસ્યમય ૨૧ લીટીઓ શું કેહવું?

Jay _fire_feelings_ 2 years ago

Nice,, 👌👌.. રાતની ઠંડી ચાંદીનીને અગાશીમાંથી જોઈ તળાવમાં તેં, અમાસે ઉગેલ આખો ચાંદ એ જ કાંઠેથી અગાશીમાં જોયો મેં,, મેં ફૂંક વ્હાલની ફેંકી તો બથમાં તને જ ભીંસી લીધી તેં,, હોંઠથી કરાવી નાસ્તો પળમાં તારી ઇચ્છાઓ ને હણી લીધી મેં,, ઝણહણતાં તારનાં સરનામે, તને મારામાં જ દેખાડી દીધી મેં,, મનની તારી મેં મનમાં સાંભળી, તોએ રીસ શણગારી તેં,, રંગ ખંખેરી તારી પાપણે પતંગિયાંને જાતાં જોયું તેં,, પણ સાંભળ,, ખરેખર તો એ આવ્યું'તું તારાં અશ્રુ લેવાં,'ને હમણાં જ મન ભરીને એમાં એને ન્હાતું જોયું મેં...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now