શીર્ષક - "જેઠ મહિના પહેલા પાકે નહીં જાંબુ"

રોજ હું વિચારું કે જલ્દી મારા લક્ષને આંબું;
પણ , જેઠ મહિના પહેલા કૈં પાકે નહીં જાંબુ;

ધૈર્યથી ધીરજ ધરીએ તો મળે જ મીઠા ફળ,
એટલી ઉતાવળ શું કરૂં?જ્યારે જીવવું લાંબું!

જાણવા છતાંય આ મન થાય છે તલપાપડ,
કોઈ તો કહો આ મન પર કેમનો રાખું કાબુ?

નિશાન ચૂક માફ, ના હોય માફ નીચું નિશાન!
એ વિધાને આ હૃદયના અરમાનોને નહીં દાબું;

મોહ, માયા ને લોભ વચ્ચેય જીવ છે સંતોષી,
ભલેને પદક મળે કંચન, રજત કે પછી તાંબુ;

પગ જમીન પર રાખીને જીવ્યો છું એટલે જ,
ધરતીને ઓસરી કરી ને "વ્યોમ"નું કર્યું ધાબું;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111821062

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now