ડુંગરો ડગમગાવ્યા નદિઓ થઈ ગાંડીતુર,
જીવ શું કોઈ આવે રસ્તે પથ્થરો કરતી ચુર.....
આવી તે કેવી આવી આકાશી આફત......
મોર પોપટને ચકલા છૂપ્યા વન વગડાની કોર,
માનવની શું વીસાત એમાં દેખાડે એનું જોર......
આવી તે કેવી આવી આકાશી આફત.....
સન્નાટાના સૂરમાં ગુંજે શાંતિ ચારે ઓર,
ઝાડ પાનને ઝંઝાવતી હવા આદમખોર........
આવી તે કેવી આવી આકાશી આફત......
અફરાતફરી મચી મનમાં કરું હું વિચાર,
નીરાધાર રાતનો હવે ગિરીધર છે આધાર....
આવી તે કેવી આવી આકાશી આફત....
દયાવાન દિન દયાલુ દયા કરો મહારાજ,
થાય તમારા આશિષે ડૂબતી નૈયા પાર ......
આવી તે કેવી આવી આકાશી આફત....

-Dolly Modi

Gujarati Poem by DOLI MODI..URJA : 111820007

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now