પિતા રૂપે પરમાત્મા બની તમે
ગગન ગોખે જઈ વસ્યા
ખરતો તારો બની તમે
સહુના અરમાન પૂરા કર્યા
અતીતની યાદો એ આજ
અશ્રુ વહાવી અંજલી અર્પી
સ્મરણોની વણઝાર માં
આપની હસતી તસ્વીર વસી
કર્મોને સથવારે તમે જીંદગી
ના ખુદ ખેવૈયા બન્યા
હયાતી નથી તમારી છતાં
હરેક પગલે દિવાદાંડી બન્યા
આવાસ તમારો જ્યાં હશે
સુખ શાંતિ ત્યાં સદૈવ હશે
પિતા રૂપે તમારો સાથ મળે
દરેક જનમે એ આશ હશે...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111813348
shekhar kharadi Idriya 2 years ago

अत्यंत हृदय स्पर्शित भावनाएं...

Ghanshyam Patel 2 years ago

🙏 Happy Father's Day 🙏

Ash 2 years ago

જે સુખમાં સાથ આપે છે તે સબંધ હોય છે, પરંતુ જે દુઃખ માં સાથ આપે છે તે દેવદૂત હોય છે. માતા પિતા પાસે થી પરફેકટ હોવાની આશા ના રાખો. તેઓ પૂજનીય છે, પરફેક્ટ નથી. પરફેક્ટ માત્ર ઈશ્વર હોય છે. *Happy father's day*

Nilay 2 years ago

Happy Father's day

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now