આવ્યો હું કોરા કાગળની જેમ,
લખવું હતું ઘણું આ કાગળ પર,

આખો ખોલીને સુંદર જગ નિહાળ્યું,
સુખને શોધવા નિકળ્યો આ જગ પર,

ના હતો કોઇ પહેરવેશ દેહ પાસે,
સુંદર દેખાવાં પહેર્યો વસ્ત્રો આ દેહ પર,

નામ મળ્યું સરસ માટીના શરીરને,
નિકળી પડ્યો નામ કમાવા આ માટી પર,

સમય ચાલતો અવિરત જીવન માટે,
સમજણની શિક્ષા લેતો આ જીવન પર..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111811244

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now