બંગા ગામ, લાયલપુર જીલ્લો { હાલ પાકિસ્તાન માં } આ એક સુખી ખેડૂત નું ઘર છે જેમાં ૨૮/0૯/૧૯૦૭ માં ભગતસિંહ નો જન્મ થયો હતો. ખાધે પીધે સુખી સમ્રુદ્ધ ઘર અને પાણી માટે ઘરમાં જ કુવો. તે સમયે પાકું મકાન, સુંદર માહોલ. ભણવા માટે તે સમયે કોલેજમાં જતાં હતાં. પરંતુ આઝાદી માટેની ક્રાંતિ તેમનની નસોમાં ધગધગતું લોહી બનીને વહેતી હતી.

ભગતસિંહ ને ફાંસી આપવાનાં થોડા દિવસો પહેલાં તેમનાં માતાજી વિધાવતી તેમને જેલમાં મળવા માટે આવ્યા હતા. ત્યારે ભગતસિંહે તેમની માતાને કહેલું નીચેનું વાક્ય આજે પણ મારા મનમાં ઘુમરાયા કરે છે.........

"लाश लेने आप मत आना कुलबीर को भेज देना,
कहीं आप रो पड़ी तो लोग कहेंगे कि भगतसिंह की माँ रो रहीं हैं" !

અશ્રુધારા વહાવતી તેમની માતાને તેઓ ઉપરના શબ્દો કહેતી વખતે તેમની આંખોમાં ક્રાંતિ ની જવાળાઓ સળગી રહી હતી...... ભારતમાતા ને સગી માં કરતાં પણ તેઓ વિશેષ ગણતા હતા......

કોલેજ જવાની ૨૩ વર્ષની ઉંમરે દેશ માટે ફના થનાર ભારતમાતા ના સપુત શહીદ ભગતસિંહને કોટી કોટી વંદન........ ©️

🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111806118

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now