ક્યારેક લાગે કે જીવન શાનદાર છે;
તો ક્યારેક લાગે કે જીવવું બેકાર છે;
ક્યારેક લાગે કે હર્યોભર્યો સંસાર છે;
તો ક્યારેક લાગે કે એમાં ક્યાં સાર છે?

ક્યારેક લાગે કે મિત્રોની ભરમાર છે;
તો ક્યારેક લાગે એકલતા સવાર છે;
ક્યારેક લાગે કે બધા કરે મને પ્યાર છે;
તો ક્યારેક લાગે સંબંધોમાંય દરાર છે;

ક્યારેક લાગે કે દિલમાં ધબકાર છે;
તો ક્યારેક લાગે છવાયો સૂનકાર છે;
ક્યારેક લાગે કે સુખ તો પારાવાર છે;
તો ક્યારેક લાગે ટુટ્યો દુખનો પહાડ છે;

ક્યારેક લાગે કે ચડી ગયો ખુમાર છે;
તો ક્યારેક લાગે બધો સુરાનો મદાર છે;
ક્યારેક લાગે "વ્યોમ" જેવું વિશાળ છે;
તો ક્યારેક લાગે એતો નર્યો અંધકાર છે;

ક્યારેક લાગે કેમ મળ્યો માનવ અવતાર છે?
તો ક્યારેક લાગે એ ઈશ્વરનો અણસાર છે;
જીવો જો મોજથી તો જીવન કંસાર છે;
બાકી "વ્યોમ" મોત જ છેલ્લો આધાર છે;

...©વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે-આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111803340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now