મધુરતા તો માત્ર એમનાં ચહેરા અને વાતોમાં હતી
જૂઠી હતી પણ એનામાં કોઈ વાત તો જરૂર હતી

આંખે જોયેલી ઘટનાને પછી મેં સાચી માંની હતી
એક ફૂલ બે માળી વાળી વાત ખરેખર સાચી હતી

જીતવા માટે જંગ અમે તૈયારી સંપૂર્ણ કરી હતી
દિલની સામે દિલની બાજી અમે પણ રમી હતી

ઈચ્છા તને માણવાની નય માત્ર જાણવાની હતી
આ તો તૈયારી સમય સાથે ખુદને ઢાળવાની હતી

એટલી ખુશામત મારે માલિકની કરવાની હતી
શું કરું મારે પણ મારા ઘરની દશા સુધારવાની હતી

અમને તો એમની સાથે એટલી બધી લગની લાગી હતી
વગર હા એ એમની સપનામાં જિંદગી જીવી નાખી નથી



- કૈફી માણસ

Gujarati Shayri by Nikhil Chauhan : 111796921

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now