ભૂલોની વણઝાર લગાવી છે જાણે,
સમજણને છાપરે ચડાવી છે અજાણે.
મનાવવાના અભરખા હતા ઘણા,
ને અતૂટ સંબંધે બંધાયા રહેવાના.
છતાં ન રોકી શકાયુ અટવાતા,
આડીઅવળી વાતોમાં ફસાતા.
અજાણતા જ દુભાયું હૃદય,
છતાં પરીક્ષા અપાઈ સહૃદય.
હૈયાને તાંતણે હતો ગુથાંયેલો,
છિન્નભિન્ન કરનાર એક વંટોળિયો.
અનુભવોની હવે ટોકરી બંધાઈ,
સારા નરસાની ભાન લેવાઈ.
રસ્તો હતો ભલે કાંટાળો,
શીખ્યા મિથ્યાની ઝંઝાવાતો ....

✍✍👉... Devanshi joshi...

Gujarati Poem by Devanshi Joshi : 111793536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now