મારો આવનાર સમય હર સવાલનો જવાબ હશે;
દુનિયા પણ જોતી રહેશે એટલો લાજવાબ હશે;

ધૈર્ય ધરીને થોડો ઇંતેજાર કરજો મિત્રો કારણ કે,
મારા જેમ જીવન જીવવું એ ધણાનું ખ્વાબ હશે;

અત્યારે છોને છવાયાં હોય દુઃખોના કાળા વાદળ,
જરા હટવા દો એને પછી ઘરમાંય આફતાબ હશે;

ભલેને સમજતા હોય એ મને સાવ કાચી માટીનો,
આવતા દિવસોમાં મારો કંચન સરીખો રૂઆબ હશે;

એક બે ફકરામાં છપાઈને મારે શું કરવું છે? "વ્યોમ"
ધીરજ ધરજો મારા નામની પણ પૂરી કિતાબ હશે;

...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111780015

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now