#શબ્દરંગ

તિરંગાના રંગોમાં સમાયેલી દેશભક્તિ છે,
રાષ્ટ્રગીતની પક્તિમાં સમાયેલી દેશભક્તિ છે.
પહાડ, જંગલ, નદી, સાગરની આગોશમાં,
પ્રકૃતિથી દેશ સાથે ફેલાયેલી દેશભક્તિ છે.
ગામ, નગર અને મહાનગરની ભાગદોડમાં,
રાજ્યથી દેશ સુધી વણાયેલી દેશભક્તિ છે.
લશ્કર, વાયુદળ અને નૌકાદળના શૌર્યમાં,
સરહદથી દેશ સાથે કસાયેલી દેશભક્તિ છે.
ભાઇચારા અને શાંતિના અનોખા વર્ણનમાં,
દિલથી દેશ સાથે જોડાયેલી દેશભક્તિ છે.

#Deshbhakti

-Dr Hina Darji

Gujarati Poem by Dr Hina Darji : 111779376
shekhar kharadi Idriya 2 years ago

અત્યંત સુંદર તથા રાષ્ટ્રપ્રેમ પ્રેરિત અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now