તમારા આગમનના એંધાણ વર્તાઈ રહ્યાં હતાં શમણે,
કેમનું કહું કેવા ધસમસતા પ્રવાહ વહી રહ્યા હતા હૈયે,

પ્રભાતની સૂર્યકિરણ ઉગી સોહામણી, મહાકાય વૃક્ષો રૂપે,
લીલાછમ ઘાસના ઝાકળબિંદુ ભીંજવી રહ્યા હતા અમને

પાનખરમાં પણ વસંતની વણઝાર ઉછળી રહી હતી નયને,
વાદળના ગડગડાટ પણ પાછા વળ્યા તમારા અણસારે,

શ્વાસમાં સોનાની સુગંધ ભળી ગઈ મઘમઘતાં ફૂલો વડે,
મહેકતી પાંખડીઓ પથરાઈ ગઈ તમારા આગમનના પંથે,

કલરવ પંખીઓનો મુંગો બન્યો છે આ અજવાળી ક્ષણે,
અંધારે આવજો મધમીઠું સપનું લઈ છાનામાનાં પગલે,

અણસાર આવશે મનમાં એક અનેરો અવસર લઈને,
શબ્દો પણ હડતાળ પર ઉતરશે તમારા આગમનની પળે..

-✍️વિજીતા પંચાલ..

English Poem by Vijita Panchal : 111775625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now