એકલ વીર સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલ મારી એક રચના .
સંપાદક તખુભાઇ સાંડસુર તથા સહાયક સંપાદક : કૌશિક શાહ (USA) સૌજન્યથી... આનંદ અને આભાર.

અસલિયત અલગ છે ને એ દેખાય છે અલગ;
આ જિંદગી ધારીયેં એથી જીવાય છે અલગ;

અવિરત વહેતું ઝરણું જ્યારે બને છે સરિતા,
સમંદરને મળતાં જ એ હરખાય છે અલગ;

ઉપવનની પમરાટમાં ખોવાઇ ગયેલો મધુકર,
બેસે છે એક ફૂલ પર ને ભરમાય છે અલગ;

હૃદય પર પણ હવે તો ક્યાં રહ્યો છે વિશ્વાસ,
ધડકે અલગ છે તો એ પડઘાય છે અલગ;

"વ્યોમ" માફક જ્યારે જ્યારે વરસે છે આંંખો,
પૂર આવે છે ક્યાંક ને પાળ બંધાય છે અલગ;

...©️વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111770740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now