તાપણું


પરીવાર સાથે બેસી ને મને જે હુંફ મળતી, હું એ તાપણું
સુખદુઃખની, અલક-મલકની વાતો સાંભળતો, હું એ તાપણું

સંબંધો ની મને ઠેઠ સુધી ઓળખાણ પડતી, હું એ તાપણું
મારી પાસે બેસી આખુ કુટુંબ હુંફ મેળવતુ, હું એ તાપણું

નાના બાળકો મને ડુંગા થી ઓળખતા, હું એ તાપણું
ગુલાબી ઠંડી મારા જાગણા ને હસાવતી, હું એ તાપણું

તડકો-છાયા માં અડગ ઉભા હું જોતો, હૂં એ તાપણું
મને નીંદર આવતી ને વલોણા જગાડતા, હું એ તાપણું

બાપુ પાસે પરીશ્રમની વાતો સાંભળતો, હું એ તાપણું
મારી બા શુરવીરો ની વાતો સાંભળાવતી, હું એ તાપણું

"મારી" 'બા' એટલા માટે કહું છુ.....૨
બા એના હુંફાળા હાથે હંકોરતી ને તો હું રાખ થઈ જાતો,
મારાથી કોલસો બનીને મૈણા નોતા ખવાતા
એટલા માટે 'મારી' "બા" કહું છું ....૨

શું કહુ દોસ્ત,
વધારે સળગુ ને તો મને રાખ‌ માં બુઝાવતા, તે વેળા થાતું કે
હજી જીવવું છે મારે.
હવે આજે જાતે બુઝાવુ છે તો રાખ નથી, મને બચાવી લો, હું આપનું એ જ તાપણું

જીવીને પણ શું કરું, મારું અસ્તિત્વ ટક્યુ નથી,
મારા હવે ઈતિહાસ થવા માંડ્યા છે, હવે તો હું દેશી હિસાબ મા 'ત' તાપણા નો 'ત' થી ઓળખાવા માંડ્યો છું.....૨

સાચું કહું ને દોસ્ત બા-બાપુ હુંફ મારી પાસે તો છે,
પણ મને ફરી બોલાવજો હું એજ હુંફ આપવા હાજર થઈશ.
-હું એજ "યુ" તાપણું

Gujarati Poem by Yuvrajsinh Solanki : 111768981

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now