"કોણ હતા"

ન હતા જ્યારે કોઈ સાથે,
એ ત્યારે કોણ હતા?

ઉજળા મોતી જેવા એ,
ચમકતા કોણ હતા?

વેહતા જળ જેવા એ,
નિર્મળ કોણ હતા?

રસ્તા ની માફક એ,
સરળ વ્યકિત કોણ હતા?

પંચ તત્વના ગુણી એ,
સમાજના ઋણી કોણ હતા?

હર હમેશ દુઃખ ના ભોગી એ,
બીજાને સુખ આપનાર
ઈશ્વર "સ્વયમભુ" કોણ હતા?

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111766550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now