મિત્રતા હતી એટલે થોડા ઘણા ખચકાટ સાથે પુછવાનુ નકકી કરીને બીજા દિવસ ની આતુરતાથી રાહ જોતા જોતા એ સુઈ ગયો.
એ આવી અને એને જોતા જ ફરીથી મન બેચેન થઇ ગયું .. પણ હિંમત કરીને લંચ ના સમયે મારી રાહ જોજે એમ કહી ને એ કામ મા ડુબી ગયો .. પરંતુ કેમ કરીને કામ મા મન ના લાગયુ હવે તો બસ એને કેવી રીતે પ્રપોસ કરીશ એજ વિચાર મા ડુબી ગયો અને લંચ ટાઇમે જ્યારે એ બોલાવા આવી ત્યારે એક અલગ વિશ્વાસ સાથે એ એની સાથે વાત કરવા ચાલી નીકળ્યો
એને પુછયુ મારી સાથે રહીશ મારી બનીને એ બોલી હુ બંધન મા નથી માનતી એ બોલ્યો કંઈ નહી સાથ તો આપીશ ને,
એને પુછયુ મને ગમતું કરીશ એ બોલી ના હોં હુ ધાર્યું કરનારી છું એ બોલ્યો કંઈ નહી તને ગમતું હુ કરીશ ,
એને પુછયુ પ્રેમ આપીશ ને એ બોલી હુ રીશાઇ જવ તો કોઈનું ન સાંભળું એ બોલ્યો કાંઈ વાંધો નઇ હુ તને હંમેશા મનાવતો રહીશ પણ હસતી રહેજે ….. એક બંધન મા બંધાઈ ને એક બીજા ના પૂરક બની ને જીવન મહેકી ઉઠયુ જાણે સુખ ની વ્યાખ્યા આ સંબધ જ છે એક પછી એક સંબંધ ના સ્ટેશન આવતા ગયા એ ઉતરયો એક અજાણ્યા સ્ટેશન પર અને સાથ છૂટ્યો અને ઘણું બધુ બદલાઈ ગયુ.. એને પુછયુ ફરીથી સાથ ન આપે મારો એ બોલી આગળ શંકા, સવાલો, નું સ્ટેશન છે બોલ ઉતારવું છે..

Gujarati Poem by naina : 111766157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now