https://www.facebook.com/114094303826520/posts/373568464545768/?sfnsn=wiwspmo

રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રકાશિત થયેલ મારી એક રચના .
સંપાદક શ્રી રવીન્દ્રભાઈ દવે તથા કૌશિક શાહ (USA)નો આભાર😊🙏.

https://shopizen.page.link/BWPz

આશીર્વાદ મળ્યો.

વારમાં તહેવાર ભળ્યો, પરિવારમાં ઉમંગ વળ્યો,
માળિયે ચઢી જોયું મેં, અહમનો પિટારો મળ્યો.

ચાર રસ્તે જઈ ફેંકી આવ્યો, ઘરમાં કકળાટ ટળ્યો,
જોયું મેં એકબીજા સામે, સુંદર હસતો અરીસો મળ્યો.

ફટાકડા સાથે વ્હેમને ફોડ્યા, મનમાં અનેરો આનંદ મળ્યો,
તારું મારું છોડી આપણું કહેતા, પોતાનાનો અહેસાસ મળ્યો.

ને એમાં પણ અહીં બેસ કહેતા, યાદોનો ખજાનો મળ્યો,
સામસામે જોતા વગર સીઝને, લાગણીનો વરસાદ મળ્યો.

પરિવારની મોજ સાથે પ્રભુનો પ્રસાદ મળ્યો,
નમી જતા ઊંચાઈને આંબવાનો આશીર્વાદ મળ્યો.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".
ઉંટવા.

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111765818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now