આકર્ષણ એ હંગામી (ટાઈમપરારી) હોય, સમય ની સાથે છૂ થઈ જાય.વહેલી સવારમાં લીલા ઘાસ પર પથરાયેલ ઝાકળ; સૂરજના સખ્ત કિરણ પડતાની સાથે જ ઊડી જાય એવી રીતે. જ્યારે પ્રેમ એ સૂર્યના કિરણ જેવો હોય છે, કિરણ સૂર્ય સાથે જોડાણ રાખીને જમીન પર આવે છતાં પોતાનું મૂળ કંનેક્શન ન ગૂમાવે. આકર્ષણ એ દરિયાના મોજાની જેમ ખુબ જ ઉસળે પણ થોડા સમયમાં બરફની માફક પિઘળી જાય,ફિક્કુ પડી જાય. જ્યારે પ્રેમ પથ્થર પર કોરાયેલ સિલ્પ છે , કયારેય ઝાંખું કે ધૂંધળું ન થાય.

જ્યારે બે દિલ એકબીજાની નજીક આવે, શરુઆતમાં ખુબ જ સરસ સમય વિતે. એકબીજા નો સહવાસ , ગોષ્ઠી , ગપસપ કરે. પરસ્પર સમય વિતાવવો ગમે. પણ સમય પસાર થવાની સાથે એકબીજા વચ્ચે ડિસ્ટન્સ વધે તો સમજી જવું આ પ્રેમ નહીં એટ્રેક્શન છે.

ક્રમશ:......(૨).....
-Dr Rahul Dund PT

Gujarati Motivational by _truth_love_compassion_ : 111759041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now