પકડીને આંગળી ક્યાં સુધી ચાલશું ?
અમે તો જીંદગી છૂટા હાથે
માણશું..

પિંજરુ આંગણાનું બંધ ક્યાં સુધી રાખશું ?
અમે તો પાંખો ફેલાવી આકાશને
આંબશું..

આભમાં ટોળે વળી વાદળીને ક્યાં સુધી તાગશું ?
અમે તો વાદળીની પાંખને આંખથી માપશું..

છે સફર જીંદગીની આકરી ક્યાં સુધી નાસશું ?
અમે તો જીંદગીને મોજથી જીવી જાણશું..

મૌન છલકે આંગળીના ટેરવે ક્યાં સુધી છુપાવશું ?
અમે તો આંખોથી આંખોની વાત સમજાવશું..

ઘાવ દિલના ખોતરી ક્યાં સુધી રૂઝાવશું ?
અમે તો લાગણીને વાઢી, કાપી, દફનાવી પત્થર થઈ ચાલશું..

Gujarati Blog by jagrut Patel pij : 111758000
jagrut Patel pij 1 year ago

આભાર👏🏻👏🏻

Kamlesh 1 year ago

જોરદાર રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now