મહોબ્બતના કિસ્સા નથી કહેવા દિલને ઘવવીને આવ્યો છું,
થોડાક હતા જે જીવવાના તે અરમાન જલાવીને આવ્યો છું.

પડ્યા હતા ત્યાં અમારા જીવનના અંતિમ મિલનના અશ્રુઓ,
તે બાગ માંથી તમામ આંસુઓ મારા હું ઉઠાવીને આવ્યો છું.

વચન,કસમ અને વાયદા શું શું હતું અંતિમ ક્ષણોમાં બધું,
એ તમામ તોડીને ગયા અને હું બધું નિભાવીને આવ્યો છું.

કોઈ આંગળી ના ચીંધે મોહબ્બત ના નામ પર "મનોજ" તેથી,
દુનિયાની વચ્ચે હું તમામ દિલના દર્દોને છુપાવીને આવ્યો છું.

તમે ઈબાદત કહો કે પૂજા ત્યાં થશે હવે જીવનભર તમારી,
તમારી એ યાદને મહોબતની કબરમાં દબાવીને આવ્યો છું.

આ જગતમાં બદનામ ન થાય મારા નામની સાથે તેમનું નામ,
પથ્થર પર લખેલા તમારા તમામ નામને મિટાવીને આવ્યો છું.

કરવા હોય તો કરી લો મારી જીવતી લાશના અંતિમ દર્શન,
મહોબ્બત ની રમતમાં મારા જીવનને લડાવી ને આવ્યો છું.

નથી દોષ આપનવો મારે એ નિર્દોષ ચમનના બધા કંટકોને,
ફૂલો ની રખેવાડમાં કંટકો પર મલહમ લગાવી ને આવ્યો છું.

ફક્ત તમારે મને લઈ જવાનો છે નનામી પર ઉઠાવીને દોસ્ત,
મેં કરી ને મહોબ્બત અને ચિતા પોતાની સજાવી આવ્યો છું.

હતા બચેલા થોડાક અંગત શ્વાસ ખુદ માટે જીવવાના મનોજ,
એ તમામ શ્વાસને હું પણ દિવાનગીમાં લૂંટાવી ને આવ્યો છું.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111756893

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now