એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે,
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર - વાર વેચે છે.
એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે,
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો - કિલો વેચે છે.
એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે,
અને માણસ ફૂટી જાય ત્યારે
થોડી - થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહિ,
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઉધઈ
બીજુ એને ભાવતું નથી
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!!

- પ્રિયકાન્ત મણિયાર

Gujarati Thought by Pihu Boricha : 111755944
Sarvaiya Raa 3 years ago

Right aapne swarth ke liye karte he

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now