બધાં પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતાં. ભાવિન બોલ્યો, "પહેલાં માશૂકા જેલમાં બંધ હતી, હવે તેની પાછળ તેનો આશિક પણ અંદર ગયો." રવિ બોલ્યો, "વિશાલે આવાં સમયમાં ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર હતી." ધ્રુવ બોલ્યો, "હવે જે થયું તે બદલાશે તો નહીં. ચાલો! તેમને જેલમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરીએ." ભાવિન બોલ્યો, "દાદાએ કહ્યું હતું કે આ ગામમાં બીજું પણ એક ઘર છે, જ્યાં આવી ભૂતિયા ઘટનાઓ થાય છે. એવું હોઈ શકે કે હવેલીનો અને તે ઘરનો કોઈ સંબંધ હોય!" ધ્રુવ બોલ્યો, "ચાલો તો, આપણે ત્યાં જઈને તપાસ કરીએ." સ્નેહા બોલી, "Ok. તો હું, રવિ અને ભાવિન તે જૂનાં ઘરે જઈએ છીએ. ધ્રુવ, અવની અને રિયા, તમે ત્રણેય હવેલીમાં જઈને તપાસ કરો. અને હા, પ્રોફેસર શિવ, આઇશા મેડમ, શ્રધ્ધા અને સાક્ષીની મદદ લઈ લેજો." બધાં એક સાથે બોલ્યાં, "Ok. All the best."

શું તેઓ વિશાલ અને ભકિતને જેલમાંથી બહાર લાવી શકશે? ગામનાં તે જૂનાં ઘરનો હવેલી સાથે શું સંબંધ હશે? આગળ શું થશે?

જાણવાં માટે વાંચો... રાત-11

Story Link :-
https://www.matrubharti.com/book/19918787/raat-11

Gujarati Story by Keval Makvana : 111755158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now