સ્ત્રીની આધ્યાત્મિકતાની ચરમસીમા શું હોય છે??જેમકે એક પુરુષ પરમ બ્રહ્મ એટલે કે સર્વરૂપ શાંત થઈ જાય એ પુરુષની આધ્યાત્મિક સીમા છે.
એમ જ સ્ત્રી ની શું હોય શકે?

-Sonalpatadia Soni

Gujarati Religious by Sonalpatadia Soni : 111753298
Kamlesh 3 years ago

સાધો... સાધો...

Kamlesh 3 years ago

આપનું સ્વાગત છે...

Sonalpatadia Soni 3 years ago

અમારા સતકર્મ કે અમને આટલું સરસ જાણવા મળ્યું.

Sonalpatadia Soni 3 years ago

એકદમ સનાતન સત્ય વાત કહી

Sonalpatadia Soni 3 years ago

સાચું કહ્યું આપે ધર્મ અને આધ્યાત્મિકતા વિશે જાણવું જરૂરી છે.

Sonalpatadia Soni 3 years ago

ઉત્તમ વાત કરી

Sonalpatadia Soni 3 years ago

સત્ય કહ્યું

Sonalpatadia Soni 3 years ago

આમ જ માર્ગદર્શન આપતા રહેજો.ફરી ફરી હૃદયપૂર્વક આભાર.

Sonalpatadia Soni 3 years ago

પણ હું અવઢવમાં હતી.એટલે મેં પોસ્ટ મૂકી મને ખબર હતી આપ સચોટ જવાબ આપશો.ઘણું સરસ વિસ્તારમાં સમજાવ્યું જે ખૂબ જ ગમ્યું.

Sonalpatadia Soni 3 years ago

મારો જવાબ કંઈક આવો હતો. પોતાનાં નિજાનંદ માં સમગ્ર અસ્તિત્વનાં સમર્પણભાવ થી સહજ થઈ શૂન્ય થઈ જવું.

Sonalpatadia Soni 3 years ago

ખુબ ખુબ આભાર કમલેશજી

Kamlesh 3 years ago

ચલો શુભરાત્રી...જય ભોળાનાથ....!!!

Kamlesh 3 years ago

ક્ષમા કરશો આ ટૂંકમાં કહેવું હતું તોય આટલું લાંબુ લચક થઇ ગયું... વિસ્તારપૂર્વક સમજાવવા બેસીસ તો નિબંધ લખાઇ જશે... હા હા....

Kamlesh 3 years ago

આમાં સ્ત્રી કે પુરુષનો કોઇ ભેદ નથી...

Kamlesh 3 years ago

જ્યારે ‘અધ્યાત્મ’ એટલે કે "બહારના બધા ખ્યાલો તોડી, સ્વ-તંત્ર બની, કેવળ પોતાની જન્મદત્ત દિવ્યતાને પ્રગટ કરવી તે."

Kamlesh 3 years ago

તેમાં ગુરુ હોય છે. વિધિઓ હોય છે. આ બધાને ‘વફાદાર’ રહે તેને જ ‘ધાર્મિક’ મનાય છે.

Kamlesh 3 years ago

જીવ સતત અશાંત રહે છે. સતત દુ:ખનો અનુભવ કરે છે. અંદર ને અંદર તરફડ્યા કરે છે. માટે જ તેને ‘આધ્યાત્મિક’ થવાની ઝંખના જાગે છે. તદ્દન સ્વાભાવિક છે આ ઝંખના. તેનો પ્રયાસ જ તેને સ્વસ્થ કરી શકશે. પણ અહીં તે ફરી ભૂલ કરે છે. આપણે ત્યાં ‘ધર્મ’ અને ‘અધ્યાત્મ’ને ભેળસેળ કરી નાખવામાં આવ્યાં છે. તેમને એક જ માનવામાં આવે છે. ધર્મ તો સંગઠિત વિચારોનો સમૂહ છે. ત્યાં ચોક્કસ નિયમો છે. તે પાછા દરેક સંગઠનોમાં વિવિધ અર્થો ધરાવે છે. તેનાં ચોક્કસ પુસ્તકો છે. તેને જ શુદ્ધ સત્ય મનાય છે. દરેક ધર્મ પોતાને પણ ‘અંતિમ’ માને છે.

Kamlesh 3 years ago

આપની જાણ ખાતર કહું તો, આધ્યાત્મ આગળ સ્ત્રી-પુરુષનો કોઇ ભેદ જ નથી... બ્રમ્હમાં લિંગભેદ છે જ નહીં.... બસ ધાર્મિક અજ્ઞાનતાવશ મનુષ્ય આજીવન મથ્યા છતાંય આધ્યાત્મિકતા નો એકળો પણ નથી શિખતો. બસ પિસાય છે જીવનભર...

Kamlesh 3 years ago

એક શબ્દમાં કહું તો "નિજાનંદી"....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now