નથુરામ ગોડસે , લંકાપતિ રાવણ , મહારથી કર્ણ અને આના જેવા ઘણાં પોતાની જગ્યાએ સાચાં હતા પણ તેમનાં રસ્તા ખોટાં હતાં.
હમણાં જ્યાં ધર્મ અને અધર્મ ની વાત થાય ત્યાં આવાં વ્યક્તિ ની તરફેણમાં ઘણી વાતો થાય છે , એક રીતે જોવા જઈએ તો આ સારું છે કારણકે આપણા દેશમાં ખરાબ માં ખરાબ વ્યક્તિ ને પણ દરેક ત્રાજવે તોળીને બોલાય છે. પણ એ વિચારવા જેવું છે કે શા માટે આવાં વ્યક્તિ ઓની બોલબાલા વધી છે , મારા માનવામાં એવું છે કે આપણો સમાજ હવે ઈમાનદારી નો ઢોંગ કરી કરીને થાકી ગયો છે અને દરેક કામ ને તડ ને ફડ કરીને 'પુરુ' કરવામાં માનવા લાગ્યો છે અને આપણી પાસે હજુ જુના ચશ્મા થી જ નવું જોવાની ની ખરાબ ટેવ છે અને સાથે સાથે આપણે ખોટા રસ્તે ચાલીને પસ્તાવો પણ કરીયે છીએ માટે ઐતિહાસિક પ્રમાણપત્ર માંગીએ છીએ કે આપણાં વ્યક્તિત્વ લાયક કોઈ વિભુતી છે કે શું.
માટે જ બુદ્ધ અને કૃષ્ણ કરતાં આજકાલ મહાદેવ ની બોલબાલા આજ વધુ છે કારણ કે મહાદેવ ઘણાખરા માટે અઘોરી , ગુસ્સાવાળા , તાંત્રિક વધારે છે અને એની કમ્પેરીઝન માં બીજા દેવતાઓ વધારે 'ધાર્મીક' દેખાય છે.
પણ અહીં વાત એ છે કે આપણે એ પણ જોવું જોઈએ કે જીવનના છેલ્લા 'પહોર' માં આવી વ્યક્તિ નું શું થાય છે , કોઈ પણ કામ આડાં રસ્તે ચાલીને પુરું તો થય જાય છે પણ આપણને આપણા સંસ્કાર આપણને પેટમાં એક 'ફડકો' પેદા કરી દે છે અને આપણે ધાર્મિકતા નું મુખડું પહેરી આપણી જાતને બચાવી લેવામાં પાવરધા બની ગયા છીએ ‌.
બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે કાર્ય કરતા કરેલ કર્મ પર વધારે ધ્યાન આપે છે અને પોતાની જાતને 'ફડકા' થી આબાદ રાખે છે.

English Thought by Jay Vora : 111752974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now