સૂકા રસ્તાઓ ને પલાળવા આજે પર્વતોથી નદીઓ આવી છે.
પ્રેમ તરસતા પથ્થરોને ચુમવા કેટલા બધાં છાંટાઓ લાવી છે.
ધરાની સાથે એકરૂપ થવા વાદળોની વચ્ચે સંતાઈને વર્ષા આવી છે.
ચાતકને કહો તૈયાર થઈ જાય, મૌસમ આજે કંઇક નવું જીવન લાવી છે.

અમૃત સમાન પાણી લાવી છે.
મોરલાંની મીઠી વાણી લાવી છે.
અરે મોટા, અહીં જોવો તો જરા,
મારા ખેડુ માટે તો ઉજાણી લાવી છે.

હરખાતા પક્ષીઓ કલરવ કરે છે.
પશુઓ ગેલથી દોડમ-દોડ કરે છે.
ગામનો નજારો કેમનો ભૂલાય જ્યાં,
ભૂલકાઓ નહાવા શોર-બકોર કરે છે.

પહેલા વરસાદ સાથે પ્રેમનો એકરાર કરવાનો ઉમંગ લાવી છે.
કથ્થઈ પડેલી ધરતીની ચૂંદડીમાં પીંછી ભરીને જીવનનો રંગ લાવી છે.
પ્રેમીઓને હાથોમાં હાથ નાખી દૂર દૂર સફર કરવાનો પ્રસંગ લાવી છે.
સમજોને વ્હાલા, ધરતીના પ્રેમપત્રના જવાબમાં મેઘને પોતાને સંગ લાવી છે.
- તેજસ

-Tejash B

Gujarati Poem by તેજસ : 111748123

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now