નાગ પાંચમ-નાગ પંચમી .


આકાશમાં વિહરતા ગરુડ, ધરતી પર સરકતી જીવસૃષ્ટિ સાપ કે નાગને પૂજવાની ભારતીય પરંપરા છે. શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિને દેશ અને ગુજરાતમાં ઘેર-ઘેર શ્રદ્ધાપૂર્વક- ભાવથી નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને ઘરનાં પુરુષવર્ગ ઘરની પૂર્વાભિમુખ દિવાલ પર નાગ દેવતાની લાલ કંકુ કે કાળારંગથી આકૃતિ ચીતરવામાં આવે છે. એ પછી રૂની દિવેટનાં હાર બનાવીને પ્રતિકૃતિ પર બન્ને છેડે ચોંટાડવામાં આવે છે, જે નાગલા કહેવાય છે. ત્યારબાદ કંકુ-ચોખા ચઢાવીને નાગદેવતાની આરતી કરી પૂજન કરાય છે. શ્રીફળ પણ વધેરાય છે. પુરુષો બાજરીનાં લોટની ઘી-ગોળની કુલેરની લાડુડી બનાવી ફરાળ કરે છે, તથા તેનો પ્રસાદ વહેચાય છે. પૂજન કરનારી ઘરની વ્યક્તિ કુલેરનાં લાડુ તથા કાકડી આરોગીનો ફરાળ કરે છે. મહારાષ્ટ્રનાં બ-તલ શિરોલે ગામમાં નાગ પંચમીએ જીવતા નાગનું સરઘસ કાઢે છે, તો કેટલાક સ્થળોએ કુટુંમ્બનો સ્ત્રી વર્ગ પણ ટાઢું જમી, કુલેર ખાઈને 'નાગપંચમી'નું વ્રત રાખે છે. લોકો નાગને પિતૃ-સમાન માની તેનું પૂજન કરે છે. જેથી પોતાનાં પરિવારનાં સભ્યોને જીવજંતુ કે સરિસૃપ વર્ગનું કોઈ પ્રાણી કરડે નહીં, તેમનાંથી સૌને રક્ષણ મળે. આજનાં પર્વે નાગનાં દર્શન પવિત્ર મનાયા છે. દેશમાં ખેતી કરનારો વર્ગ નાગપૂજા કરી, તેમનાં પાકને તેનાથી રક્ષણ મળે તેવી કામના કરે છે.

ગુજરાતમાં ચરમાલિયાનાગ (ચોકડી) વાસુકિનાગ (થાન) શેષનાગ (ડીસા-ઢીમા), ગોંગા નારાયણ (દાહોદ) ભૂજિયો ડુંગર (ભૂજ), અર્બુદાનાગ (અંબાજી- આબુ) નાગનાથ (જામનગર) શેષનારાયણ (સોમનાથ પ્રભાસ જાણીતા નાગતીર્થો છે.

નાગ-સર્પની પૂજા સર્વ ધર્મ સર્વ સંપ્રદાયોમાં કરવાનો રિવાજ છે. 'નાગ-સર્પને જેણે દેવગણી કર્યું નમન, તેનો દેશ પ્રાણી-પ્રેમ- અહિંસા શાંતિ અપનાવી બન્યો મહાન'


*સર્વે ને નાગ પંચમીની શુભેચ્છાઓ, હર હર મહાદેવ*...🙏

Gujarati Religious by Sandeep Patel : 111745241

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now