અચાનક લાઈટ જાય અને બીક લાગે...

આપણે લાઈટ ચાલુ હોય કે અજવાળું સારું હોય ત્યારે ઘણી પ્રવૃતિઓ કોઈપણ વિશેષ એટેનશન વગર કરતાં હોઈએ છીએ , જેવું કે સીડી ઉતરવી કે સીડી ચડવા માટે મગજને કોઈ વિશેષ આદેશની જરૂર નથી, એને ખબર છે આ સીડી છે અને અહીં ચડીને આગળ જવું છે.

હવે એજ ઘરની સીડી ચડતાં જો લાઈટ જતી રહે તો આપણે ડરી જવાય છે અને અટકી જવાય છે કે કદાચ લપસી ન જવાય, કેમ? એક ડર આપણી આજુ બાજુ ફરી વળે છે , ભલે ને એ સીડી આપણે હજારો વખત ચડ ઉતર કરી હોય પણ અજવાળા વગર એ કરતાં બીક લાગે.

કારણ કે મન એ મગજ જેવું મજબૂત નથી. મન ભૂલી જાય, ડરી જાય, ઉત્સાહિત થઈ જાય પણ મગજ આ બધાં વિકારોથી દૂર છે, એ શીખી જાય પછી એને ફરી શીખવાની જરૂર નથી, એ ફરીવખત કરવાના કામ વગર ભૂલે શરીર પાસેથી કરાવી દે છે. એટલે અંધારું હોય કે અજવાળું , સીડી ચડવા ઉતરવા તમારા મગજને ફરી શીખવાડવાની જરૂર નથી, એ કરી લેશે પણ ભય તમને એ કરવા નહીં દે.

સ્કૂટર કે કાર ચલાવતી વખતે શરૂઆતના 10-20 દિવસ પછી કોઈ દિવસ કોઈ ખાસ કાળજી રાખવાની નથી હોતી કે બ્રેક ક્યારે મારીશ કે એક્સલેટર કયારે દબાવીશ. એ થઈ જ જાય છે જ્યારે જરૂર પડે.

તો અહીં શીખવું એ છે કે મનને કેવી રીતે મગજથી દૂર રાખીએ, ભાવનાઓ, લાગણીઓ જ્યારે જીવનને રસપ્રદ બનાવે છે ત્યારે વ્યક્તિની અસફળતા પાછળ પણ એજ જવાબદાર છે.

તો હવે જ્યારે કોઈ ફિલ્મી વાતો કરે કે 'અપને મન કી સુનો' ત્યારે મગજને તક આપજો☺️

Gujarati Motivational by Mahendra Sharma : 111740042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now