ઈચ્છા તણી માખી જો બણબણે,
ને એકડો મન ત્યાં જો ભણભણે.

ચાહત છે પૈસા ,પામવા ખરી,
લાલચુ થઈ તૃષ્ણા જો ખણખણે.

આવ્યો લઈ રૂડું તું ભાગ્ય અહિં
કર્મોનું ફળ મળશે જો ક્ષણ ક્ષણે.

જાણો જરા તકદીર , તર્ક નહિ,
ખોંખારતું મન તું જો હણહણે.

આનંદ મય , તું છે સદાય દિલ,
સાધીને શ્વાસે જપ જો ગણગણે.

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111738560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now