નાત વગરનો નાતો.... એટલે ભાઈબંધ
વાત વગરની વાતો... એટલે ભાઈબંધ
અડધી ચામાં આખી રાતો... એટલે ભાઈબંધ
સમી સાંજનો સથવારો... એટલે ભાઈબંધ
દરેક બબાલમાં આપણો કાયમી વકીલ... એટલે ભાઈબંધ
ગર્લફ્રેન્ડને ભાભી કહી,બનતો પહેલો વડીલ...એટલે ભાઈબંધ
છેલ્લી બેન્ચનું અઘરું પ્રકરણ...એટલે ભાઈબંધ
કોલેજ કેન્ટીનનું સ્વાદિષ્ટ સ્મરણ...એટલે ભાઈબંધ
લાગણીઓનું ફ્રી નેટવર્ક...એટલે ભાઈબંધ
સંગાથનું અનલિમિટેડ રીચાર્જ...એટલે ભાઈબંધ
આપણા રહસ્યોનો યુનિક પાસવર્ડ...એટલે ભાઈબંધ
જીવનનું સાચું બેકઅપ...એટલે ભાઈબંધ
બોલીએ કંઈ નઈ ને તોય બધું સાંભળે... એટલે ભાઈબંધ
આપણને ગાળો દેવાનો કૉપિરાઇટ...એટલે ભાઈબંધ
માન્યું કે જરા છીનવી લીધા જીવનની રફતારે,
તોયે યાદ આવી,સસ્મિત આંખ ભીંજવે...એ ભાઈબંધ
- નિર્મિત ઠક્કર (૦૧/૦૮/૨૦૨૧)

Gujarati Poem by Nirmit Thakkar : 111737874

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now