સ્વીકારવા જેવું

"પ્રવાહી મિલકત" આ શબ્દ લગભગ બધાએ સાંભળ્યો હશે અને ખાસ કરીને કોમર્સ ના વિદ્યાર્થી એ. પ્રવાહી મિલકત એટલે કે એક દિવસ જેનો જથ્થો ખાલી થઇ જશે, જેમ કે કોલસા ની ખાણ, ખનીજ તેલ વગેરે..

આપણા ભારત દેશ મા અત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો ખુબ જ ચર્ચા મા છે. પ્રજાને ત્રાહિમામ પોકારે છે કે આટલો બધો ભાવ પેટ્રોલ ડીઝલ નો ના હોવો જોઇએ. પણ કોઈએ એ વિચાર કર્યો કે ભાવ વધારવાનું કારણ શુ છે??

કરો વિચાર.......

મારા મતે કારણ એવુ છે કે ભારત વિશ્વ નું ત્રીજું સૌથી વધુ ખનીજ તેલ મગાવતો દેશ છે, જે બીજા દેશમાંથી વર્ષ એ અંદાજે 7 લાખ કરોડ નું મગાવે છે. ભારત ના બજેટ માંથી એક મોટો હિસ્સો અરબ દેશોમાંથી ખનીજ તેલ ખરીદવામા જાય છે, અને ભારતનું હૂંડીયામણ ઓછું થાય છે, જો ખનીજ તેલ ની માંગ ઘટાડવામાં આવે તો એ રૂપિયો બીજા ક્ષેત્ર મા વાપરી શકાય અને રૂપિયો પણ મજબૂત બને. અને જો પેટ્રોલ અને ડીઝલ નો કોઈ પૂરક મળે તો ઘણું સારુ થાય,

આનો રસ્તો એક છે કે જે કુદરતી રીતે મળે છે એનો ઉપયોગ વધારીએ, તો કદરતી અને આપણા દેશ મા મળતું એક છે સૂર્ય ઉર્જા અને વીજળી, તો આ બન્ને થી ચાલતા વહાણવટી નો ઉપયોગ આપને વધારશું તો પેટ્રોલ અને ડીઝલ ની જરૂરિયાત ઓછી થઇ જશે સાથે સાથે વાયુ પ્રદુષણ અને ઘ્વાની પ્રદુષણ થી પણ આપણે મુકત થઇ જશુ.

આપણે કોઈએ વિચાર્યું કે દુબઇ ના રાજા મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ એ વિશ્વ્ની અજાયબી કેમ બનાવે છે? મોટા મોટા બિલ્ડીંગ, હોટેલ, વગેરે,
કારણ દુરાંદશી દુબઇ રાજા એ વિચાર્યું છે કે જયારે આ તેલ ના ભંડાર ખાલી થઇ જશે તો એમની પ્રજા શુ કરશે, એટલે ટુરિઝમ ને વેગ મળે અને દુનિયા ના ખૂણે ખૂણે થી પર્યાટકો આવે અને દેશ નું હૂંડીયામણ વધે.

તો આ ભરત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો કરવો અને ઇલેક્ટ્રિક વાહનો ઉપર સપસીડી આપી ને અડકાતરી રીતે એ સંદેશ છે કે આપને બધા ઇલેક્ટ્રિક થી કે સૌરઉર્જા થી ચાલતા સાધનો નો ઉપયોગ કરીયે જેથી ભરત દેશ ને ઘણા બધા લાભ થાય.

તો આવો આપને પણ દેશની સેવામા ભાગીદાર બનીયે અને ઇલેક્ટ્રિક, સૌરઉર્જા થી ચાલતા સાધનો નો ઉપયોગ કરીને વિકાસના પંથે આગળ વધીએ.

જય ભારત સહ.....
ઉમેશ બી. તલસાણીયા (સાહેબ )

Gujarati Thought by man patel : 111732299

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now