અંભોદ અને આભ વચ્ચે કંઈક તણાવ હશે
વરસ્યા ના ચોમાસે લાગે કંઈક અભાવ હશે

પાણીનો ભાર લ‌ઈને ફરવું એ સ્વભાવ હશે
ગર્જના કેવી દર્દીલીને કેટલો ઊંડો ઘાવ હશે

ઉકળાટ મન માં ભારેલો અગ્નિ પ્રભાવ હશે
નક્કી ક્ષિતિજે અહર્નિશ સંવાદ નિર્ભાવ હશે

વીજળી થકી રોષ ઠાલવે ઈશારે દુર્ભાવ હશે
પ્રેમનો ઈજન પ્રસ્તાવ શું ક‌ંઈ આમ સાવ હશે

અનરાધાર વહે તો વાહ જો સ્નેહ વર્તાવ હશે
પ્રેમપ્રગાઢ ચોમાસું જામેજો ગોરંભી ચાવ હશે.
-ફાલ્ગુની શાહ ©

Gujarati Shayri by Falguni Shah : 111731253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now