તારી આંખોમાં હું ખોવાયેલો છું,
હું મારા એક હાથે મુકાયેલો છું.

મંદિર, મસ્જિદમાં ન શોધ મને,
ભીતર જો હું ત્યાં સમાયેલો છું.

તમે જેને સભ્ય સમાજ કહો છો,
આ સમાજને હાથે ચુથાયેલો છું.

નથી કરી શકતો હું ખિદમત તેની,
સત્ય અને ન્યાયથી ગૂંથાયેલો છું.

અન્યાય સામે અવાજ મારો હશે,
એ પથ પર પણ હું પથરાયેલો છું.

કર્મના સિદ્ધાંત સરખા છે સૌ માટે,
તેથી હું ભીલના બાણે ઘવાટેલો છું

હું પણ આપી શકું છું ગાળ તમને,
મનોજ સંસ્કારમાં હું બંધાયેલો છું.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111729342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now