અસમંજસ....

આવું જ કંઈક અનુભવાય છે આજકાલ....
મન માં કંઈક અલગ ચાલી રહ્યું છે,
દિલ માં કંઈક અલગ ચાલી રહ્યું છે!!
આ બધાં માં મગજ બહેર મારી ગયું છે.
જે જોઈ છે એ મળે તેમ નથી,
ને જે મળે તેમ છે એ જોઈતું નથી.
મન થાય છે કે આ બધી બબાલ માં થી દૂર ભાગી જવું, પણ સમજાતું નથી કે બબાલ થઇ શેમાં થી??
જાતે-પોતે જ જવાબદાર હોય એ જવાબ મળ્યાં પછી ઓર વધારે જ હાલત ખરાબ થાય છે....
દૂર જવું તો શેના થી!??
જે મન ઝંખે છે એના થી દૂર કેમ કરી ને જવું??
ખબર છે જે જોઈએ છે, જેની ખપ છે, એ મળવાનું પણ નથી, તો પછી આટલી અધીરાઈ શેની??

સવાલ જ એટલાં બધાં છે કે જવાબ મળ્યાં પછી પણ નિરાંત નથી....
બધું સમજાય છે છતાં પણ આટલી અસમંજસ શેની??

Gujarati Blog by Anjaan : 111724115
Sarvaiya Raa 3 years ago

Jitana bhagoge itana pise aayegi babl

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now