સરદારનો પાગલ.

તમારી હિંમતનો અફીણી,
સ્પષ્ટ વ્યક્તવ્યનો બંધાણી,
તમારી અજોડ સરદારીનો પાગલ એકલો.

બારડોલીના વીર વલ્લભ તમે કહેવાયા,
અંગ્રેજોને શિકસ્ત દઇખેડુતની વ્હારે ધાયા,
એવા ગાંધીના સૈનિકનો પાગલ એકલો...,તમારી

પ્રથમ હિંદના વડાપ્રધાન કોંગ્રેસે બનાવ્યા તમને,
પણ વિનંતિથી ત્યાગી દીધું એ પદને,
એવા નિસ્પૃહી મહામાનવનો પાગલ એકલો... તમારી

પાંચસો બાસઠ રાજાઓ સદીઓથી લૂંટે પ્રજાને,
મુસ્લીમ મોગલ અંગ્રેજો નહી મિટાવી શક્યા એક્કે ,
અંત એ સૌનો લાવનારો પાગલ એકલો..તમારી

ગાંધીના પગલે સિધ્ધાંતે ચાલ્યા એ જીવનભર,
એક ઇશારે ગાંધીના દીધું જીવન સમર્પી પળેપળ,
એવા દેશપ્રેમી મહાજનનો પાગલ એકલો.... તમારી

ગાંધીના પગલે પગલે એ કારાવાસ નિવાસી,
જયા ગાંધી ત્યાં દોડી જાય એ સ્વતંત્રતાના પ્રેમી,
અંગ્રેજોને હંફાવનારો પાગલ એકલો... તમારી

સૌજન્ય ચંદ્રકાન્ત દેસાઇ (૯૦૮) ૭૨૦-૭૬૭૪
(ગુજરાત દર્પણ જૂન ૨૦૨૧ માથી સાભાર)

Gujarati Poem by Umakant : 111722335

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now