બેશક ચૂમી લીધાં ચરણ જુઓ,
મોહક છે મન કીધા શરણ જુઓ.

શબ્દો તણો, શૃંગાર છે ખરો ,
ધારી જરા હદયે ,ધરણ જુઓ.

ભાગીને જો , ભુક્કો થઈ જશે ,
તૃષ્ણા ખરેખર છે , મરણ જુઓ.

દિલદાર તું રોશન કરે સદા,
એવું છે દિલ જ્યોતિ કરણ જુઓ.

નિશ્ચય કરી મનનો જ લય તમે,
આનંદ ત્યાં છે અવતરણ જુઓ

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111722293

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now