દરારો દિવાલોમાં હશે તો પૂરાઈ જશે,
જ્યારે એ સંબંધોમાં પડે ત્યારે ???

કરાર તો ડગલે ને પગલે કરવા જ પડે,
સંબંધોમાં જો કરાર કરવા પડશે ત્યારે ???

સરરર હવા સરકતી વહે આ સુંદર સૃષ્ટિ મહીં,
સંબંધોની ગાંઠ હાથથી સરકતી જશે ત્યારે ???

અરરર ક્યાંય જ ભૂલ નહોતી આપણી કે એની,
એ ભૂલોની જ કેડી પર ચાલવાનું થશે ત્યારે ???

સંબંધોના તાર અદ્રશ્ય હોય છે દોસ્તો,
એ તાર કટાઈને નફરતનો કાટ લાગશે ત્યારે ???

મળો નહીં તો વાંધો નહીં ચલાવી લેશું અમે,
પણ, આ શ્વાસ શરીરનો સાથ છોડશે ત્યારે ???

બાકી રહેલી ફરિયાદ તું અત્યારે જ કરી જા ,
બાકી મનના ખૂણામાં મને ક્યારેક યાદ આવીશ ત્યારે ???

શિતલ માલાણી "સહજ"
૩૦/૫/૨૦૨૧
જામનગર

Gujarati Poem by શિતલ માલાણી : 111713211
shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર અભિવ્યક્તિ

DIPAK CHITNIS. DMC 3 years ago

ખુબજ સરસ

મનોજ નાવડીયા 3 years ago

Saras...Sabandho sachavi rakhva ghana agtyana che....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now