તારી ચિંતામાં અને તને મદદની દોડાદોડ કરવામાં,
મા ! મારાથી ખબર નઈ કઈ ભૂલ થઈ ગઈ ?

મા ! એ ભૂલ મને કહી પણ નઈ ?
બસ મને સીધો છોડી જ દીધો !

મા ! મને એ ભૂલ માટે માફી પણ માગવા નઈ દીધી !
મા ! એ ભૂલ સુધારવા લાયક પણ ના છોડ્યો ?

તારા માન માટે રોજ તને પગે પડવાનું મન થાય મા !
પણ તારી હાજરીનો અહેસાસ ધૂંધળો થતો જાય છે !

તારા એક આશીર્વાદ માટે રોજ કોઈ ઉપાય શોધું છું.
બસ તારા ફોટામાં તારા હોવાનો અનુભવ કરું છું.

તારું માન નઈ જાળવી શક્યો, પણ પ્રયાસ કર્યો મેં !
તું પીડામાં છો ! તારી સેવાની બસ એક તક આપ મને !

તારા દીકરા હોવાનો અધિકાર આપ મને !
તને મા કહી શકું એ અધિકાર આપ મને !

તને પીડાથી કઈ રીતે ઉગારી લઉં માર્ગ બતાવ મને !
મા ! તું તો મારી મા છો ને ! માફ કરી દે ને મને !

- તારો બચ્ચો
( આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ)

#લાલીમા

English Sorry by बिट्टू श्री दार्शनिक : 111705014

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now