દુનિયા, સમાજ લોકો દ્વારા જ બને છે. સમાજ માં મોટા ભાગે જેવી લોકોની માનસિકતા હોય તે પ્રમાણે વિચાર સરણી હોય છે. પરંતુ દુઃખની વાત ત્યારે બને છે જ્યારે થોડા સડેલા સમાજ ની સાથે સારો સમાજ બદનામ થાય. જેમ કે.... આપણા ઇન્ડિયન સમાજ માં દીકરો માબાપ ને સાચવે છે. તેવી પ્રણાલી છે. જો દીકરો સાથે રહેતો હોય તો વાંધો નહિ, પરંતુ જો સંજોગો વસાત દૂર રહેતો હોય તો સમાજ એમ જ માને છે કે દીકરો કેવો છે માબાપ થી દુર રહે છે તેઓ ને સાચવતો નથી.
પરંતુ એવું પણ બનતું હોય છે કે દીકરાને પોતાની જોબ દૂરના સ્થળે મળી. તે માબાપ ને લઈ જવા માંગે છે પણ માબાપ તેની લાઇફસ્ટાઇલ છોડવા માંગતા જ નથી. દીકરો જ્યાં રહે છે ત્યાં બધી જ સગવડ કરી આપવા માં આવે છતાં માબાપ આવે નહીં. ત્યારે દીકરો શું કરે. પછી સમય જતાં દીકરો પણ વૃદ્ધ થવા ડગ માંડે અને માબાપ વધુ અશક્ત થાય, પોતાની જાતે કરી ન શકે, બીજા દ્વારા કે જો દીકરી તે જ ગામ માં રહેતી હોય તો તેની દેખરેખ માં રહેવું પડે ત્યારે સમાજ ને મો આવે કે માબાપ બિચારા છતે દિકરે એકલા છે .....તો આ ક્યાંનો ન્યાય ! શામાટે આ બાબત માં દીકરો જ બદનામ ? શું તો માબાપ તરીકે જ્યાં દીકરો હોય ત્યાં રહીને પોતાની વર્ષો ની લાઈફ ચેઇન્જ ન કરી શકાય ?
સમાજ માં પાંચ માંથી એક દીકરો સારો હોય છતાં સમાજ તેને પણ અન્ય ચાર જેવો જ ગણે છે દુઃખ ત્યારે થાય છે કે શામાટે આવો અન્યાય ?
દીકરો જ્યાં જોબ કરે તેની જવાબદારી હોય, એ સિવાય પોતાના કુટુંબ ની હોય , એ ઉપરાંત અન્ય અનેક કાર્યો હોય , રોજ માબાપ જ્યાં પણ હોય ત્યાં ફોન કરી ને ખબર અંતર પૂછે. (માબાપ ને સાચવી નથી શકતો તે ગિલ્ટ સાથે) જો એક બે દિવસ અન્ય કામ માં કાર્યરત હોય... ને ફોન ન થઈ શકે તો તેનું હૈયું વલોવાતું હોય તે દરેક ને ના દેખાય પણ સમાજ ની દ્રષ્ટિ એટલી ટૂંકી થઈ જાય કે વિચારે કે ,"જોયું આજે બે દિવસ થયા ફોન પણ ના કર્યો". શું ત્યારે એ જ માબાપે સામેથી ફોન કરી ને ખબર અંતર આપ્યા હોય તો! ત્યારે દૂર બેઠેલા દીકરા ને પણ ખુશી મળે કે મારા માબાપને પણ મારા માટે એટલી જ ચિંતા છે. જે દૂર હોય છે તે વધુ એકલતા અનુભવતું હોય છે એ વાત કોઈ નથી સમજી શકતું. દૂર રહેલા લોકો પોતાના ફ્રેન્ડસર્કલ સાથે ફરવા ના એક બે ફોટા મોકલે તે ઉપર થી એવો અંદાજ બિલકુલ ના લેવાય કે દીકરો ખૂબ ખુશ છે કેવો જલસા કરે છે કારણ કે પોતાના સ્વજનો થી દુર રહેતા લોકો ને હૂંફ મેળવવા સામે થી જુગાળ કરવા પડે છે . ફોટા માં હસતા કે એન્જોય કરતા જોઈને એવું માનવું કે તેઓ ખુશ છે તે ભૂલ ભરેલું છે. હંમેશા દીકરો ખરાબ જ હોય તેવું નથી હોતું. કારણકે જે માબાપે દીકરી ને મોટી કરી છે તે જ માબાપે દીકરા ને પણ મોટો કર્યો છે તો માબાપ તો બન્ને ના ઉછેર માં બાંધછોડ ના કરે ને ? તો પછી દીકરો જ કેમ બદનામ ?ક્યારેક દીકરા ને જોવાનો સમાજ નો દ્રષ્ટિકોણ પણ બદલાય જાય ને તો સમાજ છે તેના થી પણ વધુ સુદ્રઢ બની જાય.

Gujarati Blog by Shree...Ripal Vyas : 111702212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now