લાગણીથી ભીંજાયેલી આંખો,
ક્યારેક હર્ષના અશ્રુ બિંદુ તો
ક્યારેક દુઃખના અશ્રુ બિંદુ!

સવાર પડતાં જ દેખાતાં
ઝાકળનાં નાનાં નાનાં બિંદુઓ
ગાયબ થતાં સૂર્યનાં આગમનથી!

પણ સૌથી મનમોહક છે
વર્ષા બિંદુ!!!!!!
ફેલાવતા મહેક માટીની,
ભીંજવે એ લાગણીઓને,
બને વાતાવરણ રોમાંચિત,
પ્રસરે ઠંડક વાતાવરણમાં!!!

મઝા પડે મને જ્યારે પડે
આ વર્ષા બિંદુઓ ગાલ પર,
ન ઓળખી શકે કોઈ ત્યારે
આ વર્ષા બિંદુ છે કે છે
અશ્રુ બિંદુઓ!!!!!

પડતાં વર્ષા બિંદુઓ,
મદદ કરતાં છુપાવવા
આંખના આંસુઓ!
નસીબદાર હોય છે એ
બધાં જેમની પાસે હોય
છે કોઈ ખાસ, જે ઓળખી
લે છે અશ્રુ બિંદુઓ
છુપાયા જે વર્ષા બિંદુમાં!!!!!
- સ્નેહલ જાની

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111700441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now