બંધ આંખોના આકાશ માં
વિરહતુ, એક સપનું તું...

ભમરાઓ ના આલાપ માં
તડપતું, એક સપનું તું...

પાંપણે બાંધી પાળ આશા કેરી, વ્યર્થ ગઈ સદા,
આ જુદાઈ ના આલાપ માં
વરસતું, એક સપનું તું...

ક્યાં તું અને ક્યાં હું? અંતર છે અક્લપ્યું વર્ષોથી,

એક થયાના આભાસમાં
સળગતું, એક સપનું તું...


બારણે ટકોરો પડે અને લાગે હવે થશે મિલન,

દરેક નાની નાની વાત માં કુદકતું, એક સપનું તું...
jigna pandya 🌹🌹🌹🌹🌹🌹
life line ✍️✍️✍️

Gujarati Poem by Jigna Pandya : 111699919
Tr Ajit 3 years ago

અદભૂત રચના મેંમ..... 🙏🙏🙏🙏💐💐💐💐💐આપના હરેક સપનાઓ મા મોગલ પુરા કરશે... 🙏🙏🙏💐💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now